[gujarat] - જાણો રાજ્યભરમાં ક્યાં કેટલો વરસાદ, શું છે અમદાવાદની સ્થિતિ

  |   Gujaratnews

રાજ્યમાં સીઝનનો 54 ટકા વરસાદ ખાબક્યો છે.રાજ્યના 16 તાલુકામાં 100 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યભરમાં મેઘ મહેર થઇ ગઇ છે પરંતુ અમદાવાદીઓ હજી વરસાદની રાહ જોઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ થઇ જાય છે પરંતુ વરસાદ હાથતાળી આપીને જતો રહે છે. જુલાઇ મહિનો પણ પતવા આવ્યો ત્યારે અમાદાવાદમાં હજુ સુધી 5.86 ઇંચ વરસાદ પડ્યો છે.

ગત વર્ષની સરખામણી કરીએ તો 28 જુલાઇ સુધી અમદાવાદ જિલ્લામાં 26.92 ઇંચ વરસાદ વરસીને મોસમનો 80.72 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આગામી ચાર દિવસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હલકા ઝાપટાં પડવાની શક્યતા છે.

જ્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. તેમાં ગીર સોમનાથ 131 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73 ટકા વરસાદ પડ્યો છે. તથા સૌરાષ્ટ્રમાં 59 ટકા અને મધ્ય પૂર્વમાં 40 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં 28 ટકા, કચ્છમાં 11 ટકા વરસાદ અને વલસાડના કપરાડામાં 77.40 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ડાંગના વધઈમાં સીઝનનો 50.23 ઈંચ વરસાદ પડી ચુક્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dl6XdQAA

📲 Get gujaratnews on Whatsapp 💬