[gujarat] - જ્યંતિ ભાનુશાળી કેસમાં મહિલા પોલીસ અધિકારીનો ભોગ લેવાયો

  |   Gujaratnews

કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના માજી ઉપપ્રમુખ જયંતી પરસોતમ ભાનુશાળીએ સુરતની એક યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં એક પોલીસ અધિકારીનો ભોગ લેવાયો છે. સુરત ઝોન – 4ના DCPની બદલી કરી દેવામાં આવી છે.

બદલીનો ઓર્ડર થતા DCP તપાસ ચાર્જથી છૂટા થયા છે. આ કેસની તપાસ પણ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે.

જ્યંતિ ભાનુશાળી પર યુવતી દ્વારા લગાવવામાં આવેલા દુષ્કર્મ કેસની તપાસ સરથાણા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેની તપાસ સુરત ઝોન – 4ના DCP ડો. લીના પાટિલને સોંપવામાં આવી હતી. લીના પાટિલ આ કેસની તપાસ ચલાવી રહ્યાં હતાં. પરંતુ અચાનક તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યાં છે.

લીના પાટિલની પંચમહાલના એસપી તરીકે બદલી થતાં તેમને બદલીના સ્થળે જવા માટે છુટા કરાયા હતા. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાને સોંપવામાં આવી છે. હાલમાં આ કેસની સ્થિતિ એ છે કે જયંતી ભાનુશાળીને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે આમ છતાં જયંતીની ભાળ મળતી નથી. બીજી બાજુ પીડિતા બિમાર હોવાથી તે પણ પોલીસ સ્ટેશન પર જઈ શકતી નથી. તેવા સંજોગોમાં તપાસ થંભી ગઈ છે. હવે ક્રાઇમ બ્રાંચની ટીમ ભાનુશાળીને પકડી પાડવાની કામગીરી કરશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Udx2GAAA

📲 Get gujaratnews on Whatsapp 💬