[gujarat] - બનાસકાંઠા : પ્રેમ અંજામ સુધી ના પહોંચતા પ્રેમી યુગલે ભર્યું હિચકારૂ પગલું

  |   Gujaratnews

બનાસકાંઠા જિલ્લામાં પ્રેમ તેના અંજામ સુધી ના પહોંચી શકતા પ્રેમી યુગલે મોતને વ્હાલું કર્યું હતું. બંનેએ એક ઓવરબ્રિજ નજીક રેલવે નીચે પડતું મુક્યું હતું.

બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. પોલીસે ટુ-વ્હીલરના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રેમ આમ તો ત્યાગનું પ્રતિક પણ કહેવાય છે. પરંતુ ક્યારેક પ્રેમમાં પ્રેમીઓ જ પ્રાણનો ત્યાગ કરી દેતા હોય છે. કંઈક આવી જ ઘટના બનાસકાંઠામાં બની હતી. અહીં એક પ્રેમી યુગલને તેમનો પ્રેમ તેના અંજામ સુધી પહોંચતો ના જણાતા સાગમટે જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. પ્રેમી યુગલે સાથે જ જીવીશું અને સાથે જ મરીશુંના કોલ જાણે નિભાવી બતાવ્યા હતાં.

બંનેએ બાલારામ ઓવરબ્રિજ નજીક રેલવે ટ્રેન નીચે પડતું મુક્યું હતું. જેમાં યુવક-યુવતી એમ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RF7QmQAA

📲 Get gujaratnews on Whatsapp 💬