[gujarat] - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાબતે ખેડૂતોએ સરકારને સુચવ્યો ‘સ્માર્ટ પ્લાન’

  |   Gujaratnews

વિશ્વકક્ષાની હરોળમાં રેહવા અને આધુનિકતાને વેગવંતુ બનાવવા સાથે સમયનો સદુપયોગ અને બચાવ કરવા દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બુલેટટ્રેન પ્રોજેક્ટ હાથધર્યો છે.જેમાં ગુજરાત મહારાષ્ટ્ર સાથે યુનિયન ટેરેટરીને જોડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની માપણીઓ શરુ થતા ગુજરાતના ખેડૂતોએ સરકારના પ્રોજેક્ટ સામે વિરોધ નોધાવ્યો છે.

ગુજરાત અને મુંબઈના 508 કીલોમીટરના અંતરને 250 કિલોમીટરની ગતિએ ઝડપભેર અંતર કાપવા બુલેટટ્રેન પ્રોજેક્ટની કામગીરીઓ સરકાર દ્વારા શરુ થઇ છે. જેમાં એક લાખ 8 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરુ કરાયો છે. જેમાં ગુજરાતના 192 ગામો અને મુંબઈના 105 ગામો સાથે યુનિયન ટેરેટરીના કેટલાક ગામોની ખેતીની મહામુલી જમીન ખેડૂતો પાસેથી સરકાર છીનવી લઇ રહ્યાનો આક્ષેપ ખેડૂત આલમ કરી રહ્યો છે. સાથે નવસારીજીલ્લાની પણ મહત્વની ગણાતી ખેતી નષ્ટ થાય એવી ભીતીઓ ધરતીપુત્રો સેવી રહ્યા છે. ખેતર સાથે કેટલાક ગામોમાં ઘરો પણ જમીન સંપાદનમાં આવી ગયા છે. તેમજ ગણદેવીના પિજરા ગામે બુલેટટ્રેન ડેપો બનાવવાની વેહતી વાતો ખેડૂતોને દઝાડી રહી છે.ત્યારે ઓછા ખર્ચે સ્માર્ટવર્ક કરવાની માંગણીઓ ખેડૂતો કરી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xEV59AAA

📲 Get gujaratnews on Whatsapp 💬