[gujarat] - ભ્રષ્ટાચારના પાપે પત્તાના મહેલની જેમ ધસી પડેલા ડઝનેક પૂલ

  |   Gujaratnews

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને જૂનાગઢ પંથકમાં પડેલા વરસાદે તંત્રએ કરોડોના ખર્ચે બનાવેલા પુલ તોડી નાખી નબળી કામગીરીની પોલ છતી કરી નાખી છે. પુલ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર ઉપર માઠી અસર પહોંચી છે.

જૂનાગઢના કોયલી અને વાડલા ફાટક, વંથલી-જૂનાગઢથી આઠથીદસ કિલોમીટર દૂર આવેલા ડૂંગરપુર પાસેનો પુલ ધરાશાયી થઈ ગયા છે. ડૂંગરપુર પુલનુ કામ ચાલી રહ્યું હતુ તેમાં વરસાદ પડતા તૂટી જવા પામ્યો છે. ડુંગરપુર પુલ જૂનાગઢ અને ખડીયાને જોડતો રસ્તો છે. ગીર સોમનાથના વિઠલપુરથી કોડીનાર, જાફરાબાદના લોરમાં, રાજુલાના જોલાપરીનો પુલ, જાફરાબાદના ભાડા પાસે બે વર્ષ પહેલાં જ પુલ બન્યો હતો તે તૂટી જતાં તંત્ર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીની પોલ મેઘરાજાએ છતી કરી દીધી છે. ઉપરાંત ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરનો હિંડોરણાનો પુલ તુટી ગયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dEwwjgAA

📲 Get gujaratnews on Whatsapp 💬