[gujarat] - રાજકોટના નવા DCP નાની ઉંમરે કરી ચુક્યા છે આવું ગજબ પરાક્રમ

  |   Gujaratnews

અભ્યાસ પુરો થયે નોકરી કે વ્યવસાયમાં જોડાઈ નસીબ, મહેનત, લગનના જોરે વ્યક્તિ લાખોપતિ, કરોડપતિ બનતા હોય છે પરંતુ તાજેતરમાં જ IPSની બદલીઓમાં સુરતથી તબદીલ થઈને રાજકોટ ઝોન–1 ડી.સી.પી. તરીકે મુકાયેલા 31 વર્ષીય ડો. રામ મોહન સૈની 14 વર્ષની બાળવયે જ મગજના જોરે કરોડપતિ બની ગયા હતા. ડીસીપી ડો. સૈની કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં 2001માં સૌથી નાનીવયે વિજેતા બનીને એક કરોડનું ઈનામ હાંસલ કર્યું હતું.

ડીસીપી ડો. સૈની 2001માં પોતાની 14 વર્ષની વયે ધોરણ–10ના વિદ્યાર્થી હતા ત્યારે કેબીસી જુનિયરમાં સિલેક્ટ થયા હતા.

અમિતાભ સાથે હોટ સીટ પર એક પછી એક, એક પછી એક પ્રશ્નના સચોટ અને સટીક જવાબો આપીને મંજીલ પાર કરી એક કરોડની રકમનો ચેક મેળવ્યો હતો. 14 વર્ષે જ કરોડપતિ બનેલા રામ મોહન સૈની અભ્યાસ દરમિયાન એમ.બી.બી.એસ.ની પદવી હાંસલ કરીને ડોક્ટર સૈની બની ગયા હતા. જો કે તેઓની મંઝીલ અહીંથી અટકતી ન હોય તેમ યુ.પી.એસ.સી.ની તૈયારીમાં ઝંપલાવી 2013માં ક્લીયર કરી આઈ.પી.એસ. બન્યા હતા. ડો. સૈનીના પિતા નેવીમાં સર્વિસ, ભાઈ એન્જીનીયર અને બહેન શિક્ષીકા હોવાનું જાણવા મળે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/602WyAAA

📲 Get gujaratnews on Whatsapp 💬