[gujarat] - 5 વર્ષથી નાના બાળકોમાં મૃત્યુનું ત્રીજુ મુખ્ય કારણ ‘ઝાડા-ઊલટી’

  |   Gujaratnews

ઝાડા-ઊલટીની બીમારી બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એક અંદાજ મુજબ વિશ્વમાં ૪૦ લાખ બાળકો ઝાડા-ઊલટીને કારણે મૃત્યુ પામે છે. જ્યારે દેશમાં જન્મના પહેલા વર્ષે દર ૧૦૦થી ૩ બાળકો ઝાડા-ઊલટીની બીમારીનો ભોગ બને છે. ૫ વર્ષથી નાના બાળકોમાં મૃત્યુનું ત્રીજુ મુખ્ય કારણ ઝાડા-ઊલટી હોય છે. આ બીમારી મોટાભાગે વાયરસના ચેપથી થાય છે. ઘણીવાર તે બેક્ટેરિયા અથવા પ્રજીવથી પણ થઈ શકે છે. શરીરમાંથી પાણી અને ક્ષારો ઝાડા વાટે બહાર નીકળી જાય છે, જેને પગલે શરીરમાંથી પાણી અને ક્ષારોની ઉપણ થતાં ડિહાઈડ્રેશન (નિર્જળીકરણ) થાય છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ૨૯મી જુલાઈએ વિશ્વ વિશ્વ જીવન રક્ષક જળ (ORS) દિનની ઉજવણી કરવામાં આવે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PwvKRwAA

📲 Get gujaratnews on Whatsapp 💬