[ahmedabad] - અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂના 95 કેસ, વસ્ત્રાલમાં 11 વર્ષની બાળકીનું મોત, સ્વાઈન ફ્લૂના 8 કેસ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લેતા ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે. સિઝનનું પહેલું મોત વસ્ત્રાલમાં નોંધાયુ છે. 11 વર્ષીય કિશોરીને વસ્ત્રાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પરંતુ તેનું મોત થયું હતું. ઓગસ્ટમાં શહેરમાં ડેન્ગ્યુના 95 કેસ નોંધાયા છે.ગત વર્ષે આ મહિનામાં ડેન્ગ્યુના 132 કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના પણ છ કેસ નોંધાયા છે. ઓગસ્ટ દરમિયાન સ્વાઈનફલૂના પણ 8 કેસ નોંધાયા છે.
કન્સ્ટ્રકશન સાઈટ સહિત પાણી ભરાતાં હોય તે સ્થળો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં પણ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. વરસાદ વિરામ લેતા હવે ડેન્ગ્યુના રોગચાળો વધી રહ્યો હોવાનું હેલ્થ વિભાગના અધિકારીનું કહેવુ છે. જો કે, આ રોગચાળો ફેલાય નહીં તે માટે મ્યુનિ.દ્વારા કન્સ્ટ્રંકશન સાઈટ સહિત જયાં જયાં પાણી ભરેલા હોય તે સ્થળોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મેલેરિયા અને ઝેરી મેલેરિયાના રોગચાળામાં પણ વધારો થયો છે. સાદા મેલેરિયાના 1449 કેસ નોંધાયા છે જયારે ઝેરી મેલેરિયાના 243 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આખા વર્ષ દરમિયાન સ્વાઈન ફલૂના 33 કેસ અને આઠ મૃત્યુ નોંધાયા છે. પરંતુ ઓગસ્ટ મહિનાના 24 દિવસમાં વધુ આઠ કેસ નોંધાયા હોવાનું મ્યુનિ.હેલ્થ વિભાગના સૂત્રોનુ કહેવુ છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ulELlAAA