[ahmedabad] - વડોદરાનો સૌથી મોટો ફૂડ એન્ડ બેવરેજ એક્સપો 22થી 25 ડીસેમ્બર દરમિયાન યોજાશે

  |   Ahmedabadnews

વડોદરાઃ ગુજરાત તેના બિઝનેસ મોડેલ માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ સૌથી વધુ પ્રચલિત ડેસ્ટિનેશન છે. ગુજરાતમાં જ ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રમાં કેટલાયે નાના-મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગોને વધુને વધુ પ્રોત્સાહન અને બજાર મળી રહે તે માટે ઓક્ટોબર 2018માં ગુજરાતના વડોદરા શહેર ખાતે 22થી 25 ડીસેમ્બર દરમિયાન વડોદરાના સૌથી મોટા ફૂડ એન્ડ બેવરેજ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસ્તરના આ એક્સ્પોમાં 200 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે અને તેની મારફતે ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્ર સાથે જોડાયેલી ઝીણામાં ઝીણી અને લેટેસ્ટ અપડેટ્સને પ્રદર્શનમાં આવનારા હજારો મુલાકાતીઓને પુરી પાડવામાં આવશે.

વડોદરાનો સૌથી મોટો ફૂડ એન્ડ બેવરેજ એક્સપો 22થી 25 ડીસેમ્બર દરમિયાન યોજાશે

ફૂડ એન્‍ડ બેવરેજ એક્સ્પો- 2018માં વધુને વધુ ઉદ્યોગ સાહસિકોને એકમંચ પર આવવા માટે પ્રોત્સાહિત કરાશે. આ એક્સ્પોના આયોજન અંગે માહિતી આપતા આર.ડી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ એક્સ્પો વડોદરાનો સૌથી મોટો ફૂડ એન્ડ બેવરેજ એક્સ્પો છે. તેની શરૂઆત 2013માં થઈ હતી અને ત્યારે અમે અમારી એક્સ્પો-લ્યુઝન થીમ હેઠળ કરી હતી અને ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરિંગ મેઈન ફોક્સ એરિયા હતો. આ વર્ષે અમે ગુજરાતના બિઝનેસ મોડેલ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ બેવરેજ એક્સ્પોનું સૌપ્રથમવાર મેગા આયોજન કરવા જઇ રહ્યા છીએ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/I3mAlgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬