[ahmedabad] - 20 વર્ષ પહેલાં બનેલા ઓઢવના ઈન્દિરા આવાસની ફાઈલ જ ગૂમ, કાટમાળમાં RCCના બીમ ન મળતાં કરોડોના ભ્રષ્ટાચારની આશંકા
અમદાવાદ: 1998માં એટલે કે 20 વર્ષ પહેલાં બનેલા ઓઢવના ઈન્દિરા આવાસના 84 બ્લોકની ફાઈલ 24 કલાક પછી પણ રોડ પ્રોજેક્ટ વિભાગને મળતી નથી. આખી યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. મણિલાલ બ્રધર્સ નામના કોન્ટ્રાક્ટરે આ આવાસ બનાવ્યા હતા. ધરાશાયી થયેલા બે બ્લોકનો કાટમાળ હટાવવા માટે રવિવારે રાત્રે 8થી સોમવારે સાંજે 5.30 સુધી 21 કલાક કામગીરી ચાલી હતી. કાટમાળ તળે દટાયેલા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4ને જીવતા કઢાયા છે. પણ તેમને ઓછી વત્તી ઈજા થઈ છે.
કાટમાળ હટાવી દટાયેલાને બહાર કાઢવા 21 કલાક કામગીરી ચાલી
7 કરોડના ખર્ચે બનેલા ગરીબ આવાસના તૂટી પડેલા ભાગનો કાટમાળ થર્ડ પાર્ટી ઈન્સપેક્શન માટે મોકલવામાં આવ્યો છે. વસાહતના 26 નંબરના બ્લોકના 32 પરિવારને ઘર ખાલી કરવા નોટિસ અપાઈ છે. એનડીઆરએફના સૂત્રોના જણાવ્યાનુસાર કાટમાળ ક્યાંય આરસીસી બ્લોક મળ્યા ન હતા. માત્ર ચણતર હતું. સ્ટેન્ડિંગના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું હતું કે, આવાસમાં બાકીના મકાનોનો સરવે કરી ઉતારી લેવાશે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોની વસાહતોનો સરવે કરાયા બાદ ભયજનક હશે તો ખાલી કરાવાશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wResRwAA