[ahmedabad] - SC અને STને રોજગારી માટેની યોજનામાં કરોડોનું કૌભાંડ, 6 લોકો સામે ગુનો દાખલ

  |   Ahmedabadnews

અમદાવાદ: રાજ્યના અનુસૂચિત જાતિના રોજગારવાંચ્છુક યુવક-યુવતિઓને આધુનિક યુગમાં ઉભા થનારા ઓટો મોબાઈલ્સ, રીટેઈલ મેનેજમેન્ટ,બી.પી.ઓ.વગેરેમાં રોજગારી મળી રહે તે માટે તાલીમ આપવા માટેની સરકારની સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક સહિત છ જેટલા લોકોએ મળી બોગસ એજન્સીઓ નીમી ખોટા બિલો બનાવી કરોડો રૂપિયા પોતાના ખાતામાં નાંખી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. એસીબીએ તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અનુસુચિતજાતિ કલ્યાણ યોજના માટે સરકારે નકકી કરેલા ધારાઘોરણ અનુસાર કાર્યવાહી નહીં કરવાના બદલે ગેરરિતિ આચરી પોતાનો આર્થિકલાભ લેનારા લોકો સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

આરોપીઓમાં સાબરકાંઠા જિલ્લા અનુસુચિત કલ્યાણ કચેરીના નાયબ નિયામક અરજણભાઈ મોતીભાઈ પટેલ (રહે. રાવતીર્થ ટાઉનશીપ,હિંમતનગર) મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ગણપત ચૌહાણ (મહેતાપુરા, હિંમતનગર), રોહીત ધુળાભાઈ પટેલ સંચાલક, નિમર્ળ ફાઉન્ડેશન, અમદાવાદ (સ્વાગત બંગલોઝ, ચાંદખેડા, આઈટીઆરસી ટેકનોલોજીસ પ્રા.લિ 305 સેકટર-બી બોમ્બે હોસ્પિટલ, ઈન્દૌર, મધ્યપ્રદેશના સંચાલક, લૌરસએજયુ. ટેક.પ્રા.લિ. 404-406 જેએમડી, મેગાપોલીશ સક્ટર 48 સોહનારોડ,ગુડગાંવ, હરિયાણાના સંચાલક અને શ્રી ગુજરાત એજયુ. ટ્રસ્ટ, સેકન્ડ ફલોર. એસસીઆઈટી બિલ્ડીંગ, ન્યુ રાંદેરરોડ, સુરતના સંચાલકનો સમાવેશ થાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DrxvBAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬