[amreli] - અમરેલીમાં નિંભર તંત્રએ હજુ સુધી જાહેર શૌચાલયોની સફાઈ કરી નથી
અમરેલીમાં જાહેર સ્થળો પર આવેલા શૌચાલયોની આજદિન સુધી અમરેલી પાલિકા તંત્રએ સફાઈ હાથ ધરવામાં આવી નથી. ત્યારે શહેરમાં સરકારના સ્વચ્છતા અભિયાનના જાણે લીરેલીરા ઉડી રહ્યા છે. પણ નઘરોળ તંત્ર કોઈ વાતમાં સમજવા તૈયાર નથી.
અમરેલીમાં જુદાજુદા વિસ્તારમાં જાહેર સ્થળો પર 20 શૌચાલયો આવેલા છે. જેની પરિસ્થિતિ અત્યંત દયનિય છે. આ મુતરડીઓમાં કોઈ વ્યક્તિ અંદર જઈ શકે તેવી સ્થિતિમાં નથી. આ શૌચાલયોમાં દારૂની બોટલો અને ગંદકીથી ખદબદી રહ્યા છે. જેના કારણે લોકો અંદર જવાનું ટાળે છે. તેમજ લોકો જાહેરમાં શૌચક્રિયા કરી લેતા હોય છે.
આ 20 જાહેર શૌચાલયમાંથી 11 શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કે જ્યાં તેમનો કોઈ ઉપયોગ કરતું નથી. મોટા ભાગના શૌચાલયમાં ગંદકી, બારી દરવાજા તુટેલા, નળ ગાયબ,બાથરૂમમાં પાણી આવતું ન હોય, યોગ્ય સફાઈ થતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-tbmNgAA