[amreli] - જાફરાબાદ અને બોરડી માંથી 13 જુગારી ઝડપાયા
જાફરાબાદ શહેરમા જાહેરમા જુગાર રમી રહેલા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે ધારીના બોરડી ગામેથી પોલીસે જાહેરમા જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ 69 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે જુગારનો આ દરોડો જાફરાબાદમા પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા મોહન જગુભાઇ બારૈયા, નરેશ ઢીસાભાઇ શિયાળ, પ્રવિણ ભગવાનભાઇ શિયાળ, ભીમા બીજલભાઇ પરમાર, અશોક શામજીભાઇ મકવાણા અને વિપુલ કાનજીભાઇ પરમાર નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રૂા. 31400ની મતા કબજે લીધી હતી.
આ ઉપરાંત પોલીસે ધારી તાબાના બોરડી ગામે જાહેરમા જુગાર રમી રહેલા મહમદ ગુલમહમદ બ્લોચ, મહેમુદભાઇ ઉમરભાઇ બ્લોચ, દાદુભાઇ અબ્દુલભાઇ બ્લોચ, બોદુભાઇ, શાંતીગીરી, અલીભાઇ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રૂા. 38510નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dS_vHAAA