[amreli] - પોલીસ તંત્રની શિથીલતા દુર કરવા શિસ્તભંગનાં પગલા પણ લેવા પડે

  |   Amrelinews

અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ અસામાજીક તત્વો અને ગેરકાનુની પ્રવૃતિઓ ચલાવનારા લોકો સામે ધોકો પછાડયો છે. અને તાજેતરમા એક પીએસઆઇ દ્વારા તેમની સામે આક્ષેપો પણ કરાયા હતા. જો કે શહેરનો બહુ મોટો વર્ગ પોલીસવડાની કામગીરીની સરાહના કરી રહ્યો છે. અમરેલી સુવર્ણકાર સંઘે જણાવ્યું હતુ કે પોલીસ તંત્રની શિથીલતા દુર કરવા પોલીસવડા દ્વારા હાલમા યોગ્ય પગલા લેવાઇ રહ્યાં છે.

સુવર્ણકાર સંઘના પ્રમુખ અશ્વિનભાઇ પરીખ તથા અન્ય હોદેદારોએ જણાવ્યું હતુ કે માત્ર ગુનાખોરી અટકાવવા માટે જ નહી પરંતુ ગુનો થાય તો તેની યોગ્ય તપાસ કરી પુરાવા એકઠા કરી ગુનેગારને સજા મળે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે. જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય હાલમા તે દિશામા કામ કરી રહ્યાં છે જે આવકારદાયક છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pcquZAAA

📲 Get Amreli News on Whatsapp 💬