[amreli] - લાઠી નજીક ચાલુ ST બસનું ટાયર નીકળતા 40 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, બચાવ

  |   Amrelinews

અમરેલી: સલામત સવારી એસટી અમારીની પોકળ વાતો સામે સવાલ ઉઠ્યા છે. લાઠી નજીક આવેલા ચાવંડ પાસે ચાલુ એસટી બસનું ટાયર નીકળી જતા અંદર બેઠેલા 40 મુસાફરોના જીવ ચાળવે ચોટી ગયા હતા અને ડરનો માહોલ ઉભો થયો હતો. પરંતુ ડ્રાઇવરની સમયસુચકતાને કારણે તમામનો બચાવ થયો હતો.

રાજુલા-અમદાવાદ રૂટની એસટી બસ રાજુલા તરફ જઇ રહી હતી

પ્રાપ્ત વિગત મુજબ રાજુલા-અમદાવાદ રૂટની એસટી બસ રાજુલા તરફ જઇ રહી હતી ત્યારે લાઠીના ચાવંડ નજીક ચાલુ બસમાંથી પાછળનું ટાયર નીકળી ગયું હતું. આથી મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ડ્રાઇવરની સમયસુચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બાદમાં મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wFY-RwAA

📲 Get Amreli News on Whatsapp 💬