[anand] - આંકલાવમાં અડપલા કરનારના પરિવારનો સગીરા પર જ હુમલો

  |   Anandnews

આંકલાવ તાલુકામાં રાત્રિના સમયે પરસાળમાં સૂઈ રહેલી 16 વર્ષીય સગીરા સાથે ગામના જ એક યુવકે બિભત્સ હરકત કરી હતી. જે અંગે સગીરાના પરિવારજનોને જાણ થતાં તેમણે યુવકને ઠપકો આપ્યો હતો. જોકે, ઉલ્ટા ચોર કોટવાલ કો દંડેની માફક યુવકના પરિવારજનોએ સગીરાને અપશબ્દ બોલી તેના પરિવારજનોને માર માર્યો હતો.

આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા પોતાના ઘરની પરસાળમાં રાત્રિના સમયે સૂઈ રહી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઈ ગામમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે જીગુ રાજેશ પઢીયારે તેની સાથે જાતીય છેડછાડ કરી હતી. જોકે, એ સમયે સગીરા જાગી જતાં તેણે બુમરાણ મચાવી હતી. જેને પગલે શખ્સ ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે પરિવારજનો યુવકના ઘરે ગયા હતા. જ્યાં તેમણે તેને ઠપકો આપ્યો હતો. પરંતુ સામા પક્ષે યુવકના પિતા રાજેશ પઢીયારે પણ ઉગ્ર ભાષામાં વાત કરી અપશબ્દ બોલી સગીરાના પરિવારજનોને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે નરેન્દ્ર અને તેના પિતા રાજેશ પઢીયાર વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/C4jvaQAA

📲 Get Anand News on Whatsapp 💬