[anand] - આણંદ જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ

  |   Anandnews

આણંદ જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરાય છે. જે અંતગર્ત શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે. આ ઉપરાંત લાંભવેલ હનુમાનજી મંદિર, કાસોર સતકેવલ મંદિર, સહિત ગામે ગામે લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

આણંદ શહેરમાં બેઠક મંદિર, રણછોડજી મંદિર, રાધા કૃષ્ણમંદિર નવા જુના રામજી મંદિર, સાંઇબાબા મંિદર, સહિત નાના મોટા મંદિરોમાં જન્માષ્ટમી પર્વ પર સવારથી રાત સુધી વિવિધ કાર્યક્રમો યોજાય છે. આણંદ રાધાકૃષ્ણમંદિર ખાતે વહેલી સવારે પ્રાત: આરતી બાદ જન્માષ્ટમી પૂજનનો કાર્યક્રમ યોજાવામાં આવે છે. અને રાત્રે નવથી બાર દરમિયાન રાસ ગરબાં અને ભજનનો કાર્યક્રમ યોજાવામાં આવે છે. વિદ્યાનગર ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં સવારે આઠ કલાકે શ્રૃંગાર દર્શન ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવે છે. રાત્રે આઠ કલાકે વિશેષ પ્રવચન અને નાટકોનો કાર્યક્રમ રાત્રે 10.30 કલાકે મહાઅભિષેક રાત્રે બાર કલાકે કૃષ્ણ મહોત્સવ અને મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આણંદ શહેરના કૃષ્ણજન્મોત્સવ સમિતિ દ્વારા નાકા વાળા હનુમાજી મંદિર ખાતે થી નાની ખોડીયાર થઇ નગર યાત્રા બાદ જોગણી માતા મંદિર ખાતે પરત ફરશે. આ ઉપરાંત સ્વાધ્યાય પરિવાર દ્વારા શહેરની વિવિધ સોસાયટી દ્વારા ભગવાન કૃષ્ણની બાળ લીલાના નાટકો એક સપ્તાહ સુધી ભજવાશે. તેમજ શહેરના વિવિધ મંડળો દ્વારા મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરાશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Le2jSQAA

📲 Get Anand News on Whatsapp 💬