[bharuch] - કલામહાકુંભ થકી લોકકલાકારોની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થશે

  |   Bharuchnews

રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના ઉપક્રમે આયોજીત પ્રદેશ કક્ષાના ખેલ મહાકુંભનો સોમવારથી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં પ્રારંભ થયો છે.

સહકાર વિભાગના રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચનાધારાસભ્‍ય દુષ્‍યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા રમતગમતઅધિકારી શ્‍યામુ પાંડોરની હાજરીમાં કલા મહાકુંભને ખુલ્લો મુકાયો હતો. ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું કે, કલામહાકુંભ થકી રાજ્‍ય સરકારે લોક કલાકારોમાં રહેલી સુષુપ્‍ત શક્‍તિઓને ઉજાગર કરવાનું પ્‍લેટફોર્મ પુરૂ પાડેલ છે.

ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલે આજના આ કાર્યક્રમમાં રજૂ કરનાર કૃતિકારોનેશુભેચ્‍છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ ગુજરાતનો લોકકલા અનેસંસ્‍કૃતિના ગૌરવપૂર્ણ વારસાની જરૂરી માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમ બાદ વિવિધ કલાકારોએ લોકનૃત્‍ય અને મૃદુગંમ જેવા કાર્યક્રમોમાં પોતાની કૃતિ રજૂ કરી ઉપસ્‍થિત જનસમુદાયને કલા સંસ્‍કૃતિનું રસપાન કરાવ્‍યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qlbSVwAA

📲 Get Bharuch News on Whatsapp 💬