[bharuch] - ભરૂચના ટંકારીયા ગામે જુના બીમ પર જ દિવાલ બનાવાતી હોવાની રાવ

  |   Bharuchnews

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે જુના બીમ પર જ દિવાલ બનાવવામાં આવતી હોવાની રજૂઆત જાગૃત નાગરિકોએ ડીડીઓને કરી છે. કાંસની સામે જ શાળા આવેલી હોવાથી દિવાલ તુટી પડે તો 800 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઇ શકે તેમ હોવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.

ટંકારીયાના જાગૃત નાગરિકોએ ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગામના મોટા પાદર કન્યા શાળાની પાછળના ભાગે વરસાદી કાંસ ફરતે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દિવાલ બનાવવી સારી બાબત છે પણ દિવાલને 15 થી 20 વર્ષ જુના બીમ પર બનાવવામાં આવી રહી હોવાથી ગમે ત્યારે તુટી પડે તેવી શકયતા છે. દિવાલની નજીકમાં જ શાળા આવેલી છે અને તેમાં 800થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા હોવાથી તેમની સામે જોખમ ઉભુ થવાની ભીતી છે. જાગૃત નાગરિકો ગ્રામ પંચાયત અને કોન્ટ્રાકટર પાસેથી વર્ક ઓર્ડરની માંગ કરે છે ત્યારે ગલ્લાતલ્લા કરવામાં આવે છે. કોન્ટ્રાકટર યોગ્ય જવાબ આપવાના બદલે મકબુલ અભલીનું નામ લેતો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bkjk2QAA

📲 Get Bharuch News on Whatsapp 💬