[bharuch] - ભરૂચના લિમડીચોકની શાળાઓની આસપાસ નિયમિત સફાઇની માંગ

  |   Bharuchnews

ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં આવેલાં લિમડીચોક વિસ્તારમાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત બે શાળાઓ પાસે ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત વચ્ચે સ્થાનિક યુવાનોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. વિસ્તારમાં નિયમિત સાફસફાઇ તેમજ શાળા સામે સ્પિડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.

ભરૂચ શહેરના લિમડી ચોક વિસ્તારમાં આવેલી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત બે સરકારી શાળાઓ પાસે ગંદકીની ભરમાર હોવાની રાવ સાથે આજે સોમવારે સ્થાનિક યુવાનોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાની દિવાલોની આસપાસમાં ભારે ગંદકી હોવાને કારણે ત્યાંથી આવતાં જતાં નાના-ભુલકાંઓ તેમજ સ્થાનિક રહિશો રોગચાળાની ચપેટમાં આવી જાય તેવી ભિતી સેવાઇ રહી છે. ઉપરાંત શાળા રોડને અડીને આવેલી હોઇ ત્યાંથી પસાર થતાં વાહનોના કારણે નાના બાળકોને અકસ્માત...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oPoyPgAA

📲 Get Bharuch News on Whatsapp 💬