[bharuch] - ભરૂચના સફાઇ કાર્મીના લઘુત્તમ વેતનનો તફાવત ચુકવવા માંગ
ભરૂચ નગરપાલિકાના સફાઇ કામદારોને લઘુત્તમ વેતનનો તફાવત ચુકવવા સહિતની વિવિધ માંગણીઓને લઇને ગુજરાત રાજ્ય સફાઇ કામદાર યુનિયને પાલિકા મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી.
ભરૂચની ગુજરાત સફાઇ કામદાર યુનિયનના પ્રમુખ મહેશ ગોપાલ સોલંકી, ચંદ્રકાન્ત સોલંકી, નરેન્દ્ર સોલંકી, સવિતા સોલંકી સહીતના આગેવાનોએ આજે સોમવારે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાલિકાના સેનેટર વિભાગના બીન કુશળ રોજમદાર સફાઇ કામદારને હાલમાં 308 લઘુત્તમ દૈનિક વેતન પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ અગાઉ પણ દૈનિક વેતન 393.60 થયું હોવા છતાં લાગુ કરાયું નથી. જેથી તેમને ...અનુસંધાન પાના નં.2
વર્ષ 2015થી દૈનિક લઘુત્તમ વેતનનો તફાવત ચુકવવાની માંગ કરી હતી. ઉપરાંત ઓગષ્ટ 2018 થી 480 તફાવત ચુકવવા રજૂઆત કરી હતી. પાલિકાન મોટર ગેરેજ શાખાના ડ્રાઇવરની ખાલી પડેલી 9 જગ્યાઓ હરીજન રોજમદાર ડ્રાઇવરોને ફિક્સ પગારના ડ્રાઇવર તરીકે નિમણૂંક કરવા સહિતની માંગણીઓની રજૂઆત કરી હતી.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6WCRywAA