[bharuch] - લીમડીચોકમાં ચક્કર આવી ઢળી પડેલાં પોલીસ કર્મીનું મોત
ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે રહેતાં અને આમોદ પોલીસ સ્ટેશને ફરજ બજાવતાં 48 વર્ષીય અશ્વિનભાઇ સોમાભાઇ કટારા ( મુળ રહે. ગોધરા) ગઇકાલે સાંજના સમયે ભરૂચના લિમડી ચોક વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાન કોઇ કારણસર તેમને અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યાં હતાં. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં ત્યાંથી પસાર થતી પોલીસ પેટ્રોલિંગની ગાડી તુરંત સ્થળ પર આવી પહોંચી હતી. તેમણે તુરંત બેભાન થઇ ગયેલાં અશ્વિન કટારાને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યા તબીબોએ તેમનું પરિક્ષણ કરતાં તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TjxubwAA