[bharuch] - હિરાપોર ગામે નજીવા મુદ્દે શખ્સનો દંપતિ પર હુમલો

  |   Bharuchnews

વાલિયા તાલુકામાં આવેલાં હિરાપોર ગામે કુવા ફળિયામાં રહેતાં સુરેશ પુનમભાઇ વસાવાની પત્ની નયના તેમના ઘરની સામે ઉભી હતી. તે વેળાં ગામમાં રહેતો મહેશ કાલીદાસ વસાવાનો કોઇ ઝઘડો ચાલી રહ્યો હોઇ નયના તે જોઇ રહી હતી. જેના પગલે મહેશે નયના પાસે ધસી આવી તું કેમ અમારો ઝઘડો જોયા કરે છે તેમ કહીં તેને ચમાચા મારી દીધાં હતાં. દરમિયાન સુરેશ ઘરના વાડામાંથી આગળ આવી તેને છોડાવવા જતાં મહેશે તેને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હૂમલો કર્યાં બાદ મહેશ ત્યાંથી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત સુરેશ વસાવાને તાત્કાલિક સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xZD7eQAA

📲 Get Bharuch News on Whatsapp 💬