[bhavnagar] - બે ચમચી દૂધ શિવલિંગને ચડાવી બાકીનુ દૂધ ગરીબ બાળકોને વહેંચ્યુ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવભકતો ભગવાન ભોળાનાથને રિઝવવા અભિષેક કરી રહ્યા છે. ખાસ કરીને રોજ ભગવાન શિવને દૂધ ચઢાવે છે ત્યારે જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રોટરેકટ કલબ ભાવનગર રોયલના યુવાનોની ટીમ દ્વારા અનેકવિધ પ્રવૃતીઓ કરવામાં આવે છે. કલબના 18 થી 30 વર્ષની વયના યુવા ભાઇઓ, બહેનો દ્વારા સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે. હાલમાં 45 રોટરેકટ ભાઇઓ, બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગને ચડાવવામાં આવતુ દૂધ થોડુ ચડાવી બાકીનુ એકત્ર કરી ગરીબોને વિનામૂલ્યે વિતરણમાં આવેલ.

રોટરેકટ કલબ ભાવનગર રોયલ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવારથી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમા સુભાષનગર પાસે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદીર ખાતે આ ઝુબેંશ હાથ ધરવામાં આવી અને શિવાલયમાંથી 40 લીટર દૂધ એકઠુ કરવામાં આવેલ અને આવી રીતે દૂધ એકત્ર કરી આ દૂધને ગરમ કરી તેમા એલચી, ખાંડ અને વિવિધ મસાલો ઉમેરીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ ગરીબ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવેલ જેમા ભગવાનેશ્વર મહાદેવ મંદિર શિવાલય જઇ દર સોમવારે સવારે 6-30 થી 10 સુધી આ યુવાનોની ટીમ ભકતોને સમજાવે છે. કે બે ચમચી દૂધ અભિષેક રૂપે ચડાવી બાકીનુ દૂધ ગરીબોને આપવુ

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DCtaqwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬