[bhavnagar] - 98 વર્ષના દર્દીનું પણ હૃદય ધબકતું રાખવા સોનગઢના ડોકટરની સિદ્ધિ

  |   Bhavnagarnews

ભાવનગર: મૂળ સોનગઢના વતની અને હાલ અમદાવાદ ખાતે કાર્યરત ડો.હિતેષ શાહે 98 વર્ષના દર્દીનું હૃદય ધબકતું રાખવા પેસમેકર મુકીને તબીબી ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે. આટલી મોટી ઉંમરે આ પ્રકારની સિદ્ધિ મળતા મણિલાલ દાદાનો પ્રથમ કેસ હોવાનો દાવો કરાયો છે. મણિભાઈ પંચાલને ગઈ તા.5 જુલાઈના રોજ અત્યંત ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ડાયાબિટીસ, ન્યૂમોનિયા, કિડની ફેલ્યોર જેવી બીમારી લાગુ પડી હતી.

કાર્ડિયોલોજીસ્ટ ડો.શાહે જણાવ્યું કે, દર્દીને સૌપ્રથમ ટેમ્પરરી પેસમેકર મૂકી હૃદયના ધબકારા સ્ટેબલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. આશરે 24 કલાક બાદ તેઓ ભાનમાં આવ્યા હતા.પરિવારની સંમતિ લઈ આખરે સફળતા મળી હતી. સોનગઢમાં બાળપણ દરમિયાન જ ડો.હિતેષ શાહના પિતાજીનું અવસાન થયું હતું. ત્યારબાદ આર્થિક કટોકટી વચ્ચે શિક્ષણ મેળવ્યું હતું. ધો.10 બાદ ભાવનગર ખાતે ઘરશાળામાં શિક્ષકોની આર્થિક સહાયથી ધો.11, 12માં શ્રેષ્ઠત્તમ પરિણામ મેળવ્યું અને ડોકટર બન્યા હતા. હાલ અમદાવાદ ખાતેની રાજસ્થાન હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TlZZaAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬