[dahod] - દાહોદની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન

  |   Dahodnews

ગુજરાત રાજ્યના યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાતના બાળકોમાં વિવિધ શાળાઓમાં રુચિ જાગે તેવા શુભાશયથી કલા મહાકુંભનું આયોજન થયું છે. આ કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષાએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યા બાદ દાહોદ શહેર દા.અ.મ.સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા સુધી પહોંચ્યા છે.

આ સ્પર્ધા અંતર્ગત 25 - 26 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાત કલા મહાકુંભ-18ની સ્પર્ધામાં શશીધન ડે સ્કુલના વિદ્યાર્થીઓએ ગ્રુપ સોંગમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તો લીટલ ફ્લાવર સ્કૂલના સુરજ પંથીયારે હાર્મોનિકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ જ રીતે એમ.વાય. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગ્રુપ સોંગમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો. તો ઉત્કર્ષ રાજેન્દ્ર ગોહિલે તબલા વાદનમાં ઉત્તમ પ્રદર્શન કર્યુ હતું. આ સંસ્થાની જ ગુજરાતી સ્વનિર્ભર પ્રા. શાળાના માધવ પંચાલે દ્વિતીય ક્રમાંક અને દક્ષ પટેલે તબલાવાદનમાં ઉમદા પરફોર્મન્સ કરતા તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચવા પામતા દાહોદમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઇ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kx5POwAA

📲 Get Dahod News on Whatsapp 💬