[dahod] - દાહોદમાં આજે શ્રમિક અધિકાર સંમેલન બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાશે

  |   Dahodnews

દાહોદ શહેરમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ શ્રમિક અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મજુર અને ફેરિયાઓને તેમના હકોથી વાકેફ કરાવવામાં આવશે. ત્યાર બાદ તેમને પડતી મુશ્કેલી અંગે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે. આ સંમેલનમાં પ્રદેશ કક્ષાના કોંગી અગ્રણી તેમજ ધારાસભ્યો હાજર રહેશે.

દાહોદ જિલ્લામાંથી રોજી રોટી માટે સ્થળાંતર કર કરતાં લોકો સાથે બાંધકામ, ખેતીકામ, છુટર મજુર, જંગલની જમીન ખેડનારા તેમજ લારીગલ્લા, પથારા વાળા રિક્શા ચાલકોને પડતી મુશ્કેલીઓ મામલે દાહોદ શહેરમાં ઇન્દૌર રોડ ઉપર ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ શ્રમિક અધિકાર સંમેલનનું મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજીવ રાવત, અમીત ચાલડા, પરેશ ધાનાણી, મધુસુદન મીસ્ત્રી, અર્જુન મોઢવાડિયા, અશોક પંજાબી, નૈષેદ દેસાઇ,પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ સાથે દાહોદ જિલ્લાના ધારાસભ્યો વજેસિંહ પણદા, ભાવેશ કટારા, ચંદ્રિકાબેન બારિયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહેશે. સંમેલનની પૂર્ણાહૂતિ બાદ મજુર અને ફેરિયાઓને પડતી હાલાકીના મામલે કલેક્ટરને આવેદન આપવામાં આવશે. આ સાથે સમસ્યાના નિરાકરણ માટેનો સમય આપીને નિરાકરણ નહીં આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LXwsqgAA

📲 Get Dahod News on Whatsapp 💬