[dahod] - દાહોદમાં શ્રાવણના ત્રીજા સોમવારે મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યાં

  |   Dahodnews

દાહોદ શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભોલેનાથના ભક્તોની હકડેઠઠ માનવમેદની ઉમટી હતી શ્રાવણ માસ ખાસ કરીને શિવભક્તો કાજે ખૂબ જ મહત્ત્વનો ગણાય છે ત્યારે દાહોદના વૈજનાથ, કાનેશ્વર, પીપળેશ્વર, વડલેશ્વર, નિલકંઠેશ્વર, દૂધેશ્વર જેવા વિવિધ શિવાલય ખાતે વહેલી સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

હિંદુ ગ્રંથોમાં શ્રાવણ મહિનામાં શિવ-પાર્વતીની પૂજાનું ખૂબ અધિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવેલ શિવ પૂજા અને વ્રત ખૂબ ફળદાયક માનવામાં આવે છે. આ કારણે શ્રાવણ મહિનાને શંકર ભગવાનની ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે.

શ્રાવણના ત્રીજા સોમવારે દાહોદ નજીક આવેલ દેવધા અને બાવકા જેવા સ્થળોએ પણ આદિવાસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં આ આસ્થાળુઓ પહોંચ્યા હતા. તો દાહોદ નજીકના રમણીય સ્થળ કાળીડેમ ખાતે આવેલ કેદારનાથના મંદિરના દર્શનાર્થે અને ત્યાં ભરાયેલા મેળાને માણવા પણ દાહોદ-ઝાલોદ સહિત વિવિધ વિસ્તારોમાં લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SeK_JAAA

📲 Get Dahod News on Whatsapp 💬