[dahod] - દાહોદ જિલ્લામાં સતત વરસાદથી મકાઇ પડી જતાં ખેડૂતોને નુકસાન
દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં 4363 મિમી જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. ત્યારે સારા વરસાદને પગલે વાવેતર પણ મહત્તમ થયું છે.
દાહોદ જીલ્લામાં ખેતીલાયક જમીન કુલ 2,22,822 હેક્ટર માનવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં 2,17,401 હેક્ટરમાં વાવેતર પૂર્ણ કરી દેવાયુ હતું.
જેમાં જીલ્લાના મુખ્યપાક મકાઇનુ વાવેતર 1,17,661 અને સોયાબીન 35,979 હેક્ટરમાં કરવામાં આવ્યુ છે.
ડાંગર પિયતની પણ 17187 હેક્ટરમાં વાવણી થઇ ચુકી છે ત્યારે તુવેરની 13636 હેક્ટર, અડદ 7986 હેક્ટર અને શાકભાજી 2968 હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે.
અન્ય કેટલાક છુટક પાકો માટે પણ નાનુ મોટુ વાવેતર કરાતા આંકડો 100 ટકા ની સંપૂર્ણ નજીક પહોંચી ગયો હતો.
થોડાક સમય માટે રોકાયેલા વરસાદે ખેડુતોની ચિંતા વધારી હતી ત્યારે સપ્તાહ પહેલાં વરસાદની હેલીને કારણે સોયાબીન અને ડાંગરના પાકને લાભ થયો છે પરંતુ જિલ્લામાં મહત્તમ સ્થળે ખેતરોમાં મકાઇ આડી પડી જતાં ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/eeusnAAA