[dahod] - પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકના પુત્રે ઓરી-રૂબેલાના ઇન્જેક્શન મૂકાવ્યાં

  |   Dahodnews

+3બીજી સ્લાઈડ્સ જુઓ

પંચમહાલ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત તા. ૨૬/૦૮/૨૦૧૮ સુધી જિલ્લાના ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના ૩.૩૯ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના પુત્ર ધ્રુવે પણ ઓરી-રૂબેલાના ઇન્જેક્શન મુકાવ્યાં હતાં.

બ્રહ્માકુમારીઝ ગોધરા દ્વારા અલૌકિક રક્ષાબંધન સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

બ્રહ્માકુમારીઝ ગોધરા દ્વારા આયોજીત વૈશ્વિક જ્ઞાનોદય દ્વારા સ્વર્ણિમ યુગની રચના હેતુ અલૌકિક રક્ષાબંધન સ્નેહમિલનનો કાર્યક્રમ રાજપૂત હોલ જાફરાબાદ ગોધરામાં સંપન્ન થયો હતો. જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ મુખ્ય મહેમાન પદે થી કહ્યું કે રક્ષાબંધનથી સામાજીક આર્થિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે એકબીજાના સહયોગી બનવાની પ્રેરણા રક્ષાબંધનથી મળે છે. દાઉદી વોરા સમાજના પ્રતિનિધિ ભ્રાતા ઈમરાનભાઈએ. ઈલેક્ટ્રીકવાલાએ સંબોધનમાં જણાવ્યું કે રક્ષાબંધન કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. ભ્રાતા ભરતસિંહ સોલંકી, સી.આર.સી અને વોરા સમાજના ભ્રાતા દર્પણભાઈએ સુંદર રીતે શુભેચ્છાઓ પાઠવી હતી. રાજયોગીની સુરેખા દીદીએ આશીર્વચનમાં કહ્યું કે ભાવ ભાવના અને સદભાવના ઉમંગ ઉત્સાહ અને આનંદ રક્ષાબંધનથી ભરાય છે. બી.કે. ઇલાબેને સ્વાગત પ્રવચન કર્યુ હતું બી.કે.પીયુષ ભાઈએ સંસ્થાનો પરિચય અને બીકે ક્ષમા બેને રક્ષાબંધનનો ઈશ્વરીય સંદેશ આપ્યો હતો. બી.કે.કનુભાઈ પટેલેએ આભાર દર્શન કર્યું હતું. બીકે શૈલેષભાઈ એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અંતમાં આમંત્રિત મહેમાનોનું રક્ષાબંધન કરવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yKf28wAA

📲 Get Dahod News on Whatsapp 💬