[gujarat] - અમદાવાદઃ સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરીમાં 2 કામદારોના મોત
અમદાવાદમાં નિર્ણયનગરમાં વીજ કરંટથી 2 કામદારોના મોત નીપજ્યા છે. સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી ચાલી રહી હતી.નિર્ણયનગરની દીવાળીબાનગર સોસાયટી પાસે ખોદકામ દરમિયાન વીજ કરંટ લાગતા 2નાં મોત થયા છે.હાઈવોલ્ટેજ લાઈન તૂટી જતા કરંટ લાગ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કામદારોના મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ ભેગા થયા હતા.અમદાવાદના નિર્ણય નગર સેક્ટર ચારમાં આવેલી દિવાળીબાનગર સોસાયટી પાસે આજે વીજ થાંભલાનું કામ ચાલી રહ્યું હતું. જેના માટે બે કામદારોએ ખાડો ખોદ્યો હતો. આ દરમિયાન જમીન નીચે પસાર થતો વીજ કેબલ કપાયો હતો.
આ વાતથી અજાણ કામદારોએ વીજ થાંભલો ઉભો કરવા ગયા અને નીચે પસાર થતા કપાયેલા કેબલના સંપર્કમાં આવતા બંનેને ભારે વીજ કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.જેના કારણે આ બંને કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા હતા. ઉલ્લેખનિય છે કે આ બંને કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોના કામદારો હતા.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sWcGEQAA