[gujarat] - આ હાઉસિંગ બોર્ડની કોલોનીમાં પણ ભયનો માહોલ, તંત્ર જાણે દુર્ધટનાની રાહમાં
વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વર્ષોથી જીવના જોખમે રહેતા લોકો આજે પણ એજ જર્જરિત એપાર્ટમેન્ટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે વલસાડમાં પણ અમદાવાદવાળી ઘટનાનું પુનરાવર્તન થાય તો એ વાતની નવાઈ નહીં.
વલસાડ શહેરમાં તિથલ રોડ પર આવેલી ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત એપાર્ટમેન્ટમાં વર્ષોથી 1500 થી 2000 હજાર જેટલા પરિવારો વસવાટ કરે છે. અહીં છેલ્લા બે વર્ષમાં બનેલી ઘટનાઓ પર નજર નાખીએ તો બે જેટલા બ્લોક ધરસાઇ થયા છે. તો 20 જેટલા એપાર્ટમેન્ટમાં સ્લેબ પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમ છતાં પણ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી.
હાઉસીંગ બોર્ડની ઇમારતો એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે ઇમારતો પર વૃક્ષો ઉગી નીકળ્યા છે.50 વર્ષ જેટલી જૂનીઆ ઇમારતોમાં રહેતા લોકો છેલ્લા 20 વર્ષથી સરકારી દફતરોના દરવાજા ખાટખટાવે છે અને સરકાર સુધી રજુઆત કરી ચુક્યા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી સરકાર દ્વારા હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોની કામગીરી કરવામાં આવી નથી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zTTkAwAA