[gujarat] - પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે માત્ર રૂ. 2.56નો તફાવત, સોશિયલ મીડિયા પર વિરોધ

  |   Gujaratnews

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો આવતા ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ૮ માસની સરખામણીએ આશરે રૃ. ૮ થી ૧૧નો ધરખમ વધારો થયો છે અને ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવ વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ ખોરવાય ગયા છે તેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે પરંતુ સરકારને ભાવ ઘટાડવામાં કોઈ રસ ન હોય તેમ જણાય રહ્યુ છે.

પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ૧પ દિવસે વધતા હતા પરંતુ છેલ્લા કેટલાક માસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ વધારો-ઘટાડો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ ફરે છે. આ સીસ્ટમના કારણે કેટલો ભાવ વધારો થયો તે લોકોને જલ્દીથી ખબર પડતી નથી અને કંપનીઓ સતત ભાવ વધારો કરતી રહે છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hTKTIAAA

📲 Get gujaratnews on Whatsapp 💬