[gujarat] - પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ વસાહતો અસામાજિક તત્વોનો અડ્ડો બની
નર્મદા ડેમની શરૂઆત સમયે અસ્તિત્વમાં આવેલ નર્મદા વસાહતો 1994ના વર્ષની આજુ બાજુ નિર્માણ થયેલ હતી. જે આજે ખંડેર હાલતોમાં જોવા મળી રહી છે. બિન ઉપયોગી વસાહતો આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. કરજણ તાલુકાના અનેક ગામો જેવા કે કરજણ, લોકદરા, હાંદોડ, માગરોલ, નાનીકોરલ, કોલીયાદ ગામોમાં આવેલ નર્મદા વસાહતો આજે બિન ઉપયોગી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા આજે નિરર્થક સાબિત થઈ રહ્યા હોય તેમ દેખાય છે.
સંદેશ દ્વારા કરજણ તાલુકાની આવી ઇમારતોનો જાઈજો લેવામાં આવ્યો ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વસાહતો ખંડેર હાલમાં જોવા મળી છે. ઇમારત તો છે પણ દરવાજા, બારી, ગ્રીલ જેવું કંઇજ જોવા ન મળ્યું. ચોર ઇસમો જાણે બારી, દરવાજા, ગ્રીલ ઉખાડીને લઈ ગયા છે કે પછી વસાહતના કોઈએ વેચી માર્યા છે તે એક પ્રશ્ન છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/J_8aaAAA