[gujarat] - બિટકોઇન મામલે દિવ્યેશ દરજીના રિમાન્ડની અરજી કોર્ટે નકારી

  |   Gujaratnews

સુરતના બિટકોઇન મામલે આરોપી દિવ્યેશ દરજીના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. CID ક્રાઈમ દ્વારા દિવ્યેશના વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા બિટકોઈન મામલે દિવ્યેશ દરજીને સુરત કોર્ટેમાં રજૂ કરાયો હતો.

સીઆઈડી ક્રાઈમ દ્વારા બિટકોઇન મામલે દિવ્યેશ દરજીના વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી જોકે, કોર્ટ દ્વારા દિવ્યેશના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, 9 દિવસના રિમાન્ડ દરમિયાન દિવ્યેશની એન્જયોગ્રાફી કરવામાં આવી હતી. પરંતુ એન્જયોગ્રાફીનો રિપોર્ટ નીલ આવ્યો હતો. આ ઉપરાંત દિવ્યેશના રિમાન્ડ દરમિયાન તેની પાસે હાલ 12.50 લાખ બિટકોઈન હોવાનું પણ ખુલ્યું હતું. હવે મોટા માથાના નામ ખુલવાની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે. તેમજ આ બિટકોઇનના રહસ્ય પરથી પડદો ઉચકાશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pOjTdAAA

📲 Get gujaratnews on Whatsapp 💬