[gujarat] - મધદરિયે સલાયાના જહાજે લીધી જળસમાધિ, પાણીમાં તરતી જોવા મળી કારો

  |   Gujaratnews

કચ્છ માંડવીના સલાયાનું એક જહાજ મધદરિયે ડૂબી ગયું છે. આ જહાજ દુબઈથી યમન જવા નીકળ્યું હતું. સલાયાના આ જહાજનું નામ ઝીલ હતું. જે વાવાઝોડાની ઝપેટમાં આવી જતા દરિયામાં ડૂબી ગયું હતું. તેની સાથે જ ઝીલ જહાજમાં રહેલી ગાડીઓનો મોટો કાફલો જહાજ સાથે જ દરિયામાં ડૂબી ગયો હતો.જહાજ ડૂબ્યું ત્યારે તેમાં ભરેલી કારો સહિતની વસ્તુઓ પત્તાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, માંડવીના સલાયાનું ઝીલ જહાજ દુબઈથી યમન જવા માટે રવાના થયું હતું. તે દરમિયાન દરિયામાં વાવાઝોડાના કારણે ઝપેટમાં આવી ગયું હતું. ત્યાર બાદ જહાજ એક બાજુએ નમી ગયું હતું. ક્રૂ મેમ્બર્સે જહાજને બચાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. જહાજ ડૂબી ગયું ત્યારે તેની બાજુમાં એક બીજું જહાજ હાજર હતું, તેના ક્રૂ મેમ્બર્સે પણ ડૂબી રહેલા જહાજને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જોકે, અનેક પ્રયાસો છતાં જહાજને બચાવી શકાયું ન હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Eql6gQAA

📲 Get gujaratnews on Whatsapp 💬