[gujarat] - મનીષા ચોકડી પાસે હોસ્પિટલની બહાર પત્ની પર પતિનો હુમલો

  |   Gujaratnews

અટલાદરા સ્થિત સ્વામીનારાયણ મંદિર પાસે રહેતાં રમીલાબેન સોલંકી (ઉં.વ.૩૭) મનીષા ચોકડી પાસેની ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરે છે. ૮ દિવસ પહેલાં પતિ કિશોરે દારૃ પીવા પૈસા માગતાં રમીલાબેને આપ્યા ન હતા. જેથી બંને વચ્ચે ઝઘડો થતાં રમીલાબેન સોમા તળાવ માતાના ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. પતિ કિશોર વારંવાર પત્નીને ફોન કરી ઘરે આવી જવા કહેતો હતો.

ગઈ કાલે રમીલાબેન હોસ્પિટલમાં હતાં, ત્યારે પતિએ ફોન કરી તેને બહાર બોલાવી હતી. તે વખતે રમીલાબેને વારંવાર ફોન કરીને કેમ બોલાવો છો? હું નોકરી પર હોઉં ત્યારે સારું નથી લાગતું, તેમ કહેતાં ઉશ્કેરાયેલા પતિ કિશોરે લોખંડના પાળિયાથી પત્ની પર હુમલો કરતાં તેમના મોઢા પર ઈજા પહોંચી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1Keq0wAA

📲 Get gujaratnews on Whatsapp 💬