[gujarat] - મહેસાણામાં ધોળે દિવસે 23 લાખની દિલધડક લૂંટ, લૂંટારુઓ થેલો લઈ રફુચક્કર

  |   Gujaratnews

રાજ્યમાં લૂંટારુંઓ જાણે પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ એક પછી એક લૂંટ ચલાવી રહ્યા છે. હાલ મહેસાણાના ધોળા દહાડે 23 લાખની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારુંઓએ એક્સિસ બેંકના ATMમાં પૈસા ભરવાની વાનમાં પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, આજે મહેસાણા રાધનપુર ચાર રસ્તા પર આવેલા એક્સિસ બેંકના એટીએમમાં લૂંટ થઈ છે. આ ઘટનામાં એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ન હોવાથી એક સિક્યોરિટી વાન આવી હતી. આ વાનમાંથી એટીએમમાં પૈસા ભરવા માટે એક વ્યક્તિ થેલા સાથે બહાર આવ્યો હતો, તે વખતે કોઈ અજાણ્યા શખ્સોએ રૂપિયા ભરેલો થેલો લૂંટીને રફૂચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે મહેસાણા બી ડિવિઝનને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qZlvbQAA

📲 Get gujaratnews on Whatsapp 💬