[himatnagar] - વિજયનગર રાણી ત્રણ રસ્તા પાસેથી જીપમાં લઇ જવાતો દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
વિજયનગર રાણી ત્રણ રસ્તા પાસેથી વિજયનગર પોલીસે સોમવારે મેક્સ જીપમાં લઇ જવાતો રૂ. 55200 ની કિંમતનો દારૂ અને ચાલકને ઝડપી પાડ્યો હતો. અન્ય અેક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે બંને શખ્સ વિરુધ્ધ ગુન્હો નોંધ્યો હતો.
પીએસઆઇ વાય.વાય. ચૌહાણ તથા પ્રધ્યુમનસિંહ, કલ્પેશભાઇ, શૈલેષભાઇ, મોન્ટુસિંહની ટીમ પ્રોહીબીશન કામગીરી માટે ચેકીંગમા઼ હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિજયનગર રાણી ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી બાતમીવાળી મેક્સ જીપ નંબર જી.જે-2-સી.એ.8345 પસાર થતાં તેને રોકી તમામ કરતાં ગાડીમાંથી રૂ. 55200ની કિંમતનો 552 ટીન બીયર દારુ મળી આવ્યો હતો. મોબાઇલ અને જીપ સહિત રૂ. 2,55,700નો મુદ્દામાલ સહિત ચાલક ભરતભાઇ બંસીભાઇ ખરાડી (રહે. જાયરા તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન) ની અટકાયત કરી હતી. સાથેનો એક ઇસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બંને શખ્સ વિરુધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Q-48KAAA