[himatnagar] - હિંમતનગરના મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 8 પડકાયા

  |   Himatnagarnews

હિંમતનગર શહેરના હાદસર્મા બસ સ્ટેન્ડ વિસ્તાર સામે મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી - રમાડતા 8 શકુનિઓને હિંમતનગર બીડિવિઝન પોલીસે રવિવારે ઝડપી પાડી 12,870નો મુદ્દામાલ જપ્્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિંમતનગર વિભાગના ડીવાયએસપી બી.સી.બારોટ તથા સી.પી.આઇ વિભાગના બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના પીએસઆઇ તથા તેમનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હિંમતનગર બસ સ્ટેન્ડ સામે રામદેવપીર મંદિર પાસે મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે. જે બાતમી આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ મોચી વાસમાં રેડ કરતાં પોલીસે જાહેરમાં ગંજી-પાનાનો પૈસાનો હાર- જીતનો જુગાર રમી રમાડતા 8 શકુનિઓને રોકડ રૂ. 12,870ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસ દફતરે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xscxOAAA

📲 Get Himatnagar News on Whatsapp 💬