[himatnagar] - હિંમતનગરમાં બે સોસા.નાં 5 મકાનનાં તાળાં તૂટ્યાં, 1 મકાનમાંથી 2 લાખની મત્તાની ચોરી

  |   Himatnagarnews

હિંમતનગર શહેરના ડેમાઇ રોડ પર જલારામ મંદિર રોડ પર આવેલ બે સોસાયટીના પાંચ બંધ મકાનમાં રક્ષાબંધનના તહેવારને લઇ બહાર ગામ ગયેલ પરિવારોના મકાનોના તાળાં તોડી અંદાજે 2 લાખથી વધુની મત્તાની ચોરી કરીને તસ્કરોની ગેંગ ફરાર થઇ ગઇ હતી.

શહેરના જલારામ મંદિર પાછળ આવેલ સમર્પણ ભાગ નં.3 અને હરીઓમનગર સોસાયટીમાં રજિવારે રાત્રિ દરમિયાન પાંચ મકાનોના તાળાં તુટ્યા હતા. તસ્કરોની ગેંગ મોટો હાથ ફેરો કર્યો હોવાનુ જણાઇ રહ્યુ છે. પોલીસે ચોરીના 24 કલાક બાદ સોમવારે ઘટના સ્થળની મુલાકાત લઇ અેક મકાન માલિક આવ્યા બાદ એક ચોરીની ફરીયાદ નોંધી હતી.

પીએસઓના જણાવ્યાનુસાર, હરીઓમ નગર સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન અશોકભાઇ કલાસવા પોતાના વતન ભાણમેર ગયા હતા અને શનિ-રવીની રાત્રિ દરમિયાન બાળકોની ફી માટે રાખી મૂકેલ રૂ. 50 હજાર રોકડા અને સોનાની એક ચેનની તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા. તેજ સોસાયટીમાં રહેતા જશોદાબેન પ્રજાપતિના ઘરનું તાળુ પણ તૂટ્યુ હતુ પરંતુ તેમના ઘેરથી કંઇ ગયુ ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સમર્પણ ભાગ-3 માં રહેતા લાલસિંહ ચાવડા, કીંજલબેન બીપીનભાઇ સુથાર અને કેતનભાઇ બાબુભાઇ દરજીના ઘરના પણ તૂટ્યા હતા. પરંતુ તેઓ હાજર ન હોઇ કેટલાની ચોરી થઇ છે ે પોલીસને જાણ થઇ શકી નથી એક જ રાતમાં પાંચ મકાનના તાળા તૂટતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે રક્ષાબંધનના તહેવારે તસ્કરોએ બંને સોસાયટીમાં રૂ. 2 લાખથી વધુનો હાથફેરો કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8_mqGQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬