[jamnagar] - જોડિયામાં અડધો ઇંચ, ધ્રોલમાં હળવા ઝાપટાં

  |   Jamnagarnews

જામનગર સહિત જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ દિવસ દરમ્યાન અવાર નવાર જોવા મળતા વરસાદી વાતારવણ વચ્ચે જોડીયામાં સોમવારે સવારે ધીમીધારે 11 મી.મી. પાણી વરસ્યુ હતુ.

જામનગર સહિત હાલારમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ અમુક સ્થળોએ છુટાછવાયા હળવા ભારે ઝાપટાનો દૌર યથાવત રહયો છે.જોડીયામાં સોમવારે સવારે આકાશમાં છવાયેલા ઘટાટોપ વાદળોએ વરસવાનુ શરૂ કરતા લગભગ એકાદ કલાક સુધી ઘીમીધારે અવિરત રહેલા વરસાદે બપોર સુધીમાં 11 મી.મી. જેટલુ પાણી વરસાવ્યુ હતુ.જયારે ધ્રોલમાં પણ સવારે હળવા ભારે વરસાદી ઝાપટાઓએ માત્ર માર્ગો ભીના કર્યા હતા. જોડીયામાં સોમવારે સવારથી છવાયેલા વરસાદી વાતાવરણથી સારા વરસાદની આશાનો સંચાર થયો હતો. જોકે,હળવા વરસાદ બાદ મેધરાજાએ વધુ એક વખત હાથતાળી આપતા મોડી સાંજ સુધી કયાંય વધુ વરસાદ નોંધાયો ન હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GkLGBgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬