[jamnagar] - જૂનાગઢ STને રક્ષાબંધન ફળ્યું : 15 લાખની આવક
રક્ષાબંધનનું પર્વ જૂનાગઢ અેસટીને ફળ્યું છે. એસટીની આવકમાં એક જ દિવસમાં 15 લાખનો વધારો થયો. આ અંગે અેસટીના ડીટીઓ એચ.એન. ખાંભલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એસટીની એક દિવસની આવક 30 થી 31 લાખ સુધીની રહે છે. જોકે રક્ષાબંધનના પર્વમાં મુસાફરોની ભારે ભીડ રહી હતી જેને કારણે ડિવીઝનલ કન્ટ્રોલર રણદિપસિંહ વાળાની સૂચનાથી વધારાની બસો દોડાવવામાં આવી હતી . એક જ દિવસમાં 15 લાખની વધારાની આવક થઇ હતી. તહેવારને લઇને મુસાફરોની સુવિધા માટે એસટીએ વધારાની બસો દોડાવી હતી. ખાસ કરીને રાજકોટ, સોમનાથ,પોરબંદર, અમરેલી અને જામનગર રૂટ પર બસો વધુ દોડાવી હતી જેનો મુસાફરોએ ભરપુર લાભ લીધો હતો. આગામી સાતમ- આઠમના તહેવારોમાં પણ આ રૂટ પર તેમજ અન્ય રૂટ પર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવશે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/o3NrgwAA