[jamnagar] - જામનગરના નાનીખાવડીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

  |   Jamnagarnews

જામનગરના નાનીખાવડીમાં તા. 24ના સેવાસેતુના કાર્યક્રમને પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવત કરાયો હતો અને કલસ્ટરમાં સમાવિષ્ટ બેડ-રસુલનગર, સાપર, સિક્કા, દિગ્વિજય ગ્રામ, મુંગણી, ગાગવા, નાની ખાવડી, મોટી ખાવડી, વસઇ, આમરા સહિત કુલ 10 ગામોના લાેકોએ પોતાના પ્રશ્નો રજૂ કરાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નો ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજ્ય, જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અમલમાં છે. પારદર્શક, સંવેદનશીલ, વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરીકોને વ્યક્તિલક્ષી રજુઆતોનો કે, જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે ધ્યાને લઇ આવી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવ્યો છે. જેના અનુસંધાને નાની ખાવડીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને 10 ગામોના નાગરીકો દ્વારા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7Ywk6gAA

📲 Get Jamnagar News on Whatsapp 💬