[jamnagar] - જામનગરમાં એમ્બ્યુલન્સ પાર્ક કરવા મુદ્દે યુવાનને ધમકી

  |   Jamnagarnews

જામનગરના મેડીકલ કેમ્પસ ખાતે રહેતા અને ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતા યુવાનને બે શખ્સોએ ઘરે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ નોંધાવાઇ છે.

જામનગરની મેડિકલ કોલેજ પાછળના કેમ્પસમાં રહેતા અને ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતા સાગર કિશોરભાઈ ગોપિયાણીને કિશોરસિંહ સાવજુભા જાડેજા તથા તેના ભાઈ મહાવીરસિંહ ઉર્ફે લાલો જાડેજાએ એમ્બ્યુલન્સ પાર્ક કરવાની બાબતે અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી જે મામલે ભોગગ્રસ્ત સાગરે પોલીસમાં અરજી કરી હતી.

આ બાબતે પોલીસ સમક્ષ રજુ થયેલી અરજીથી ઉશ્કેરાઇ જઇ સાગરના ઘરે ધસી આવેલા ઉપરોકત બન્નેએ એકસંપ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાની ફરીયાદ નોંધાઇ છે.આ અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x7n3OQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬