[jamnagar] - જામનગરમાં ફુઆની હત્યા પ્રકરણમાં આરોપી ભત્રીજાની ધરપકડ કરાઇ

  |   Jamnagarnews

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારના હનુમાન ટેકરી ખાતે રહેતા રમાબેન ગૌતમભાઇ સોંદરવા નામની પરણીતાએ પોતાના પતિ ગૌતમ લખમણભાઇ સોંદરવા (ઉ.વ.30)ની તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવવા અંગે ભત્રીજા પ્રશાંત અજીતભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે સિટી સી પોલીસે આરોપી પ્રશાંત સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.જે દરમ્યાન પી.આઇ. આર.જે.પાંડોર અને મદદનીશ નાનજીભાઇ સહિતના સ્ટાફે ત્વરિત તપાસ હાથ ધરી જોડીયા તાલુકાના પીઠડ ગામ પાસેથી આરોપી પ્રશાંત અજીતભાઇ ચાવડા(ઉ.વ.20)ને પકડી પાડી જામનગર ખાતે લાવીને તેની વિધિવત ધરપકડ કરી હતી.

સીટી સી પોલીસે તેના કબજામાંથી તિક્ષ્ણ હથિયાર કાતરનો અડધો ટુકડો પણ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.આરોપી જામનગરની ભાગોળે આવેલી ખાનગી કોલેજમાં ડીપ્લો કોર્સ કરતો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zIH94AAA

📲 Get Jamnagar News on Whatsapp 💬