[jamnagar] - હાલારના 32621 ગ્રાહકને વ્યાજમાં 100 અને મુદલમાં 50 ટકા માફી
ગુજરાત સરકાર અને પશ્ચિમ ગુજરાત વીજકંપની દ્વારા બાકી વીજબીલ માટે એમ્નેસ્ટી-2018 માફી યોજના અમલી કરી છે.જેમાં તા.31 મે 2018 કે તે પહેલા જે ગ્રાહકોના વીજ કનેકશન કાયમી ધોરણે કાપી નાખવામાં આવ્યા છે તેમને આ યોજના અંતર્ગત વ્યાજમાં 100 ટકા અને મુદલમાં 50 ટકા માફીનો લાભ આપવામાં આવશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 32621 થી વધુ વીજગ્રાહકો એવા છે કે જેમના વીજ કનેકશન કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યા છે તે ગ્રાહકોને આ યોજનાનો લાભ મળે તે માટે વીજકંપની દ્વારા સબડીવીઝન વાઇઝ મેળાનું પણ આયોજન ચાલી રહ્યું છે.
જેમાં વીજ જોડાણ કપાયેલા દરેક ગ્રાહકોનો સંપર્ક કરી આ યોજનાની માહીતી આપવામાં આવી રહી છે.આ યોજના લંબાવામાં આવતા 30 સપ્ટેમ્બર સુધી વીજ ગ્રાહકો તેનો લાભ લઇ શકશે.એક મહીનામાં દરેક સબડીવીઝનમાં ચાર માફી મેળા યોજવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HwZwWgAA