[kutchh] - ગાંધીધામમાં ભુગર્ભ કેબલીંગનું કામ દિવાળી બાદ શરુ થશે

  |   Kutchhnews

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને PGVCLના અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠકનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરાયુ હતુ. જેમા ઉપસ્થીત વીજતંત્રના અધિકારીએ ગાંધીધામ સંકુલમાં લાંબા સમયથી જેના માટે પ્રયત્નો આદરાઈ રહ્યા છે તેવા ભુગર્ભ કેબલીંગનું કામ દિવાળી બાદ શરુ થઈ શકે તેમ છે તેવુ જણાવી ચેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિજ સમસ્યા અંગેના લોકોના અને વ્યાપારી આલમના પડતર પ્રશ્નો અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની પીજીવીસીએલના અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિક્ષક ઈજનેર આર.ડી. મેઘાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગાંધીધામ, આદિપુરના ભુગર્ભ કેબલીંગ માટે લાંબા સમયથી પડતર રહેલી પર્યાવરણ મંજુરી આવી ગઈ છે. આ માટે ચેમ્બર ઓફ કોમર્સે કરેલા સતત પ્રયત્નોના કારણે તે યશના અધિકારી બને છે. આ પ્રકલ્પ શરુ કરવા માટે ટૅન્ડરની પ્રક્રિયાનો આરંભ થઈ ચુક્યો છે અને દિવાળી બાદ આ કાર્યની શરુઆત થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરીને નવા ફીડરો અને સબ સ્ટૅશન વિશે માહિતી આપી હતી. ચેમ્બરના મંત્રી આશિષ જોષીએ મીટર ભાડુ ચાર્જ કરવા સંદર્ભે મુદો ઉઠાવ્યો હતો જેના પ્રત્યુતરમાં અધિકારીએ હવે મીટર ભાડુ બીલમાં ચાર્જ કરવાનું બંધ કરાયુ હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ ઉપસ્થીત રહેલા સભ્યોની ફરીયાદોનું નિવારણ હાથ ધરવમાં આવ્યુ હતુ. ચેમ્બરના ઉપપ્રમુખ મહાદેવ રાજાણી, પુર્વ પ્રમુખ બચુભાઈ આહિર, પારસમલ નાહટા, મનસુખ કોડરાણી, મોહન ગોયલ, સંજય ગાંધી, કમલેશ રામચંદાણીએ વિજ વિક્ષેપ, આઈઓસી અને ચોપડવા ફીડર, સ્ટાફની અપુર્તતા, આદિપુરની વિજ સમસ્યા સબંધિત ફરિયાદો ઉઠાવી તે તરફ ધ્યાન દોર્યુ હતુ. તો આગામી સમીક્ષા બેઠક તા.25/08ના યોજવાનું નક્કિ કરાયુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે ભુગર્ભ કેબલીંગ માટૅ લાંબા સમયથી માંગણી કરાઈ રહિ હતી પરંતુ પરવાનગીઓના કારણે મામલો અટકેલો હતો. જે હવે સ્પષ્ટ થતા કામગીરી શરુ થશે તેવી આશા લોકોમાં જન્મી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/un9u-AAA

📲 Get Kutchh News on Whatsapp 💬