[kutchh] - જીકે હોસ્પિ.માં કાલે માહિતી સેતુ કેન્દ્ર ખુલ્લું મુકાશે

  |   Kutchhnews

સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને તેના માટે જરૂરી ફોર્મ એકજ સ્થળેથી મળી રહે તે હેતુથી ભુજની અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમા તા. 29 ઓગષ્ટથી માહિતી સેતુ કેન્દ્રને ખુલ્લું મુકાશે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત માહિતી સેતુને કલેકટર રેમ્યા મોહન, અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ.ગઢવી અને હોસ્પિટલના ચીફ મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. એન.એન.ભાદરકા દ્વારા ખુલ્લું મુકવામાં આવશે. આ કેન્દ્ર પર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ તે માટે ભરવાના થતા ફોર્મ આપવામા આવશે અને જરૂર જણાશે તો ભરી આપવામા આવશે. આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કરવાના થતા સોગદનામાં લખી આપવામા આવશે. આ સુવિધા સોમથી શુક્રવારના સવારે 9થી 1 અને બપોરે 3થી 5 તેમજ શનિવારે 9થી 1 સુધી ઓપીડી કેસ કાઉન્ટરની સામેના કાઉન્ટર પરથી વિના મૂલ્યે પૂરી પાડવામા આવશે. દુર દુરના ગામોમાંથી આવતા લોકો સામાન્ય રીતે જાણકારીના અભાવે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે તો વૃદ્ધોને પણ સામાન્ય કામ માટે ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે ત્યારે આ સુવિધા લોકોને ઉપયોગી બની રહેશે તેવો દાવો કરતાં સંચાલકોઅે વધુ ને વધુ લોકો આ સુવિધાનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Vr8wvgAA

📲 Get Kutchh News on Whatsapp 💬