[kutchh] - નખત્રાણા તાલુકામાં તાકીદે ઘાસનો જથ્થો ફાળવવા માંગ
વરસાદ ખેંચાતા કચ્છભરમાં ઘાસના અભાવે પશુધનની હાલત કફોડી બની છે. ત્યારે નખત્રાણા તાલુકામાં માંગણી મુજબના ઘાસડેપો શરુ કરી તમામાં પુરતો ઘાસનો જથ્થો ફાળવવા અંગેની રજુઆત તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે કલેકટરને પાઠવેલા પત્રમાં કરી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર તાલુકાના નિરોણા, વિથોણ, વંગ, દેશલપર (ગું) કોટડા(જ) , મંજલ, નેત્રા, મંગવાણા, રામપર રોહા, દેવીસર, છારી ફુલાય, વિરાણી મોટી, ભડલી, અંગિયા, ખોંભડી મોટી, કાદિયા, લુડબાય, ઉખેડા, બેરુ સહિતના ગામોમાં ઘાસચારાના અભાવે પશુધનની હાલત દયનિય બની છે. વેળાસર ઘાસની વ્યવસ્થા નહિ કરાય તો પશુઓ મોતના મુખમાં ધકેલાશે તેવી દહેશત પણ અા રજુઆતમાં વ્યકત કરાઇ હતી.
આ તમામ ગામોમાં ઘાસડેપો ખોલવામાં આવે અને તેમાં ઘાસનો જથ્થો ફાળવવા માટેની વ્યવસ્થા ગોઠવવા આ લેખીત રજુઆતમાં અનુરોધ કરાયો હતો.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-qhTZwAA